સિંધ

પાકિસ્તાનનો એક પ્રાંત

સિંધ પાકિસ્તાનના ચાર પ્રાંતમાંથી એક છે. તે દેશના અગ્નિ ખૂણે આવેલો છે. તેની દક્ષિણમાં અરબી સમુદ્ર છે. સિંધનું સૌથી મોટુ શહેર કરાચી છે અને અહીં દેશની ૧૫% વસ્તી રહે છે. સિંધ સિંધી લોકોનું મૂળ વતન છે. તેની સાથે જ અહીં ભાગલા દરમ્યાન આવીને વસેલા વિસ્થાપીતોની પણ વસ્તી વિશેષ છે.

સિંધ

  • سندھ
  • سنڌ
પ્રાંત
સમઘડી દિશામાં ઉપરથી: જિન્નાનો મકબરો; સિંધ યુનિવર્સિટી; નગન ચૌરંગી ફ્લાયઓવર; ફૈઝ મહલ; રાણીકોટ કિલ્લો; અને અયુબ પુલ.
સિંધ
Flag
સિંધની અધિકૃત મહોર
મહોર
અક્ષાંશ-રેખાંશ: 26°21′N 68°51′E / 26.350°N 68.850°E / 26.350; 68.850
તહેવાર ઉજવતા સિંધના લોકો

સિંધ સંસ્કૃતના સિંધુ શબ્દથી બન્યું છે, જેનો અર્થ થાય છે સમુદ્ર. આજ નામની સિંધુ નદી, આ પ્રદેશની લગભગ વચ્ચેથી વહે છે. ફારસી લોકો "સ"ને "હ" ની જેમ ઉચ્ચારણ કરતા હતા. ઉદા. "દસ"ને બદલે "દહા", અથવા સપ્તાહ ને બદલે હફતા (અહીં કહેવાનો અર્થ એ નથી કે તે સંસ્કૃત શબ્દોના ફારસી ઉચ્ચારણ છે, પણ આ ભાષાઓનું મૂળ એક જ હતું) એટલે જ તેઓ "સિંધ" ને "હિંદ" કહેતા હતા. અસીરિયાના ઐતિહાસીક પુસ્તકોમા ઇ.સ. પૂર્વે સાતમી સદીમાં તેનો ઉલ્લેખ "સિંદા"ના નામથી થયો છે.

ઈ.સ. પૂર્વે ૩૩૦૦ વર્ષો પહેલાથી ઈ.સ. પૂર્વે ૧૯૦૦ સુધી અહીં સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો તેના સમકાલિન મિસર અથવા મેસોપોટામિયા સાથે વેપાર કરતા હતા. મિસરમાં કપાસ માટે સિંધ શબ્દ વાપરવામાં આવતો હતો. જેનાથી એવું લાગે છે કે ત્યાં કપાસની આયાત સિંધ પ્રાંતમાંથી જ કરવામાં આવતી હતી. ઈ.સ. પૂર્વે ૧૯૦૦ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિનો કોઈ અનિશ્ચિત કારણોસર વિનાશ થયો. તેની લિપિને વાંચવામાં આજ સુધી સફળતા મળી નથી, જેને કારણે ત્યાંના મૂળ નિવાસીઓ વિષે વધુ જાણકારી મળી શકી નથી.

જિલ્લાઓ

ફેરફાર કરો
  1. કરાઁચી
  2. જમશોરો જિલ્લો
  3. થટ્ટા જિલ્લો
  4. બાદિન જિલ્લો
  5. થારપારકર જિલ્લો
  6. ઉમરકોટ જિલ્લો
  7. મીરપુર ખ઼ાસ જિલ્લો
  8. ટંડો અલ્લહયાર જિલ્લો
  9. નૌશહરો ફ઼િરોજ઼ જિલ્લો
  10. ટંડો મુહમ્મદ ખ઼ાન જિલ્લો
  11. હૈદરાબાદ જિલ્લો
  12. સંગહાર જિલ્લો
 
  1. ખૈરપુરજિલ્લો
  2. નવાબશાહ જિલ્લો
  3. દાદુ જિલ્લો
  4. ક઼મ્બર જિલ્લો
  5. લરકાના જિલ્લો
  6. મટિયારી જિલ્લો
  7. ઘોટકી જિલ્લો
  8. શિકારપુર જિલ્લો
  9. જૈકોબાબાદ જિલ્લો
  10. સુક્કુર જિલ્લો
  11. કાશમોરે જિલ્લો
  1. "Final Results of Census-2017". Pakistan Bureau of Statistics.
  翻译: