લખાણ પર જાઓ

એલજીબીટી પ્રાઈડ

વિકિપીડિયામાંથી
સ્ટોનવોલ ઇન, જૂન ૧૯૬૯ના સ્ટોનવોલ રમખાણોનું સ્થળ, આધુનિક એલજીબીટી અધિકાર ચળવળની જન્મભૂમિ, [] અને વિલક્ષણ સંસ્કૃતિનું પ્રતિક, મેઘધનુષ્ય ગૌરવ ધ્વજથી શણગારેલું. [] [] []
હેલસિંકી, ફિનલેન્ડમાં સેનેટ સ્ક્વેર ખાતે હેલસિંકી પ્રાઇડ (૨૦૧૯)
આઠ પટ્ટા સાથેનો પ્રથમ ગે પ્રાઇડ ધ્વજ. સૌપ્રથમ ૧૯૭૮માં સાન ફ્રાન્સિસ્કો ગે ફ્રીડમ ડે પરેડમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. [] [] []

એલજીબીટી (LGBT) પ્રાઈડ (જેને ગે પ્રાઈડ તરીકે પણ ઓળખવામાં આવે છે) એ એક સામાજિક જૂથ તરીકે સમલિંગી મહિલા(લેસ્બિયન), સમલિંગી પુરુષો(ગે), ઉભયલિંગી માનવો(બાયસેક્સ્યુઅલ) અને ટ્રાન્સજેન્ડર (LGBT) લોકોની સ્વ-પુષ્ટિ, ગૌરવ, સમાનતા અને વધેલા દૃષ્યતાનો પ્રચાર કરનારી ચળવળ છે. ગૌરવનું સમર્થન કરતી અને શરમ અને સામાજિક કલંકનો વિરોધ કરતી આ ચળવળ મોટાભાગના LGBT અધિકાર અને ચળવળોને પ્રોત્સાહન આપે છે. પ્રાઇડે તેનું નામ LGBT-ને લાગતા વિષયો આધારિત સંસ્થાઓ, નિગમો, ફાઉન્ડેશન્સ, પુસ્તકના શીર્ષકો, સામયિકો, એક કેબલ ટીવી સ્ટેશન અને એક પુસ્તકાલય આપ્યું છે.

ગંભીરથી લઈને ઉજવણી સુધીના પ્રાઈડના આયોજનો સામાન્ય રીતે LGBT પ્રાઇડ મહિના દરમિયાન કરવામાં આવે છે. અમુક અપવાદોમાં જેતે દેશના LGBT ઇતિહાસમાં કોઈ મહત્વપૂર્ણ ઘટનાની જયંતી સમયે પણ પ્રાઈડના આયોજનો કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રશિયાના ૧૯૯૩માં સમલૈંગિકતાને બિન-અપરાધીક ઠરાવતી ઘટનાની વર્ષગાંઠ માટે મે મહિનામાં યોજાતી મોસ્કોની પ્રાઇડ. કેટલીક પ્રાઈડા ઉજવણીઓમાં એલજીબીટી પ્રાઇડ પરેડ અને સરઘસો, રેલીઓ, સ્મરણોત્સવ, સમુદાયના ખાસ દિવસો, નૃત્ય મેળાવડા અને તહેવારોનો સમાવેશ થાય છે.

પ્રાઈડના સામાન્ય પ્રતીકોમાં મેઘધનુષ ધ્વજ અને અન્ય પ્રાઈડ ધ્વજો, ગ્રીકની નાની બારખડીનો અક્ષર લેમ્બડા (λ), ગુલાબી ત્રિકોણ અને કાળા ત્રિકોણનો સમાવેશ થાય છે. પછીના બે ચિહ્નો નાઝી કોન્સનટ્રેશન શિબિરોમાં શરમના બિલ્લા તરીકે ઉપયોગ કરવામાં આવ્યા હતા. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Michael K. Lavers, "NAACP president: Marriage is civil rights issue of our times" Washington Blade, 21 May 2012; available online સંગ્રહિત ઓગસ્ટ ૭, ૨૦૨૦ ના રોજ વેબેક મશિન
  2. Julia Goicichea (August 16, 2017). "Why New York City Is a Major Destination for LGBT Travelers". The Culture Trip. મૂળ સંગ્રહિત માંથી January 2, 2020 પર સંગ્રહિત. મેળવેલ February 2, 2019.
  3. Eli Rosenberg (June 24, 2016). "Stonewall Inn Named National Monument, a First for the Gay Rights Movement". The New York Times. મૂળ માંથી May 6, 2020 પર સંગ્રહિત. મેળવેલ June 25, 2016.
  4. "Workforce Diversity The Stonewall Inn, National Historic Landmark National Register Number: 99000562". National Park Service, U.S. Department of the Interior. મૂળ સંગ્રહિત માંથી March 6, 2016 પર સંગ્રહિત. મેળવેલ April 21, 2016.
  5. "History of the LGBT rainbow flag on its 37th anniversary". New York Daily News. 2015. મૂળ સંગ્રહિત માંથી November 25, 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2018.
  6. Morgan, Thad (June 2, 2017). "How Did the Rainbow Flag Become an LGBT Symbol?". History Network. A&E Networks. મૂળ સંગ્રહિત માંથી November 25, 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2018.
  7. Van Niekerken, Bill (June 22, 2018). "A history of gay rights in San Francisco". San Francisco Chronicle. મૂળ સંગ્રહિત માંથી September 14, 2018 પર સંગ્રહિત. મેળવેલ 25 November 2018.
  8. "Symbols of the Gay, Lesbian, Bisexual, and Transgender Movements". Lambda. મૂળ માંથી August 16, 2007 પર સંગ્રહિત. મેળવેલ July 30, 2007.
  翻译: