લખાણ પર જાઓ

વિશ્વ પર્યાવરણ દિવસ

વિકિપીડિયામાંથી
વિશ્વ પર્યાવરણ દિવસ
અધિકૃત નામસંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યાવરણ દિવસ
બીજું નામઇકો દિવસ, પર્યાવરણ દિવસ,
પ્રકારઆંતરરાષ્ટ્રીય
મહત્વપર્યાવરણને લગતા મુદ્દાઓ સંદર્ભે જાગૃતિ લાવવા
ધાર્મિક ઉજવણીઓપર્યાવરણ સંરક્ષણ
તારીખ૫ જૂન
પ્રથમ ઉજવણી૫ જૂન ૧૯૭૩

વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. ૧૯૭૩માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ, સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે.[] વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે ૧૪૩થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે, આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન-સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્ટોકહોમ કોન્ફરન્સ ઓન ધ હ્યુમન એન્વાયર્નમેન્ટ (૫-૧૬ જૂન ૧૯૭૨) અનુસંધાને વિશ્વ પર્યાવરણ દિવસની સ્થાપના કરવામાં આવી હતી, જે માનવ ક્રિયાપ્રતિક્રિયાઓ અને પર્યાવરણના એકીકરણ પરની ચર્ચાઓથી પરિણમી હતી. એક વર્ષ બાદ, ૧૯૭૩માં પ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસનું આયોજન "ઓન્લી વન અર્થ" વિષય સાથે કરવામાં આવ્યું હતું.[]

વિશ્વ પર્યાવરણ દિવસનું ગીત

[ફેરફાર કરો]

કવિ અભય કે દ્વારા લખાયેલું પૃથ્વી ગીત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે ગવાય છે.[]

World Environment Day Anthem
(અંગ્રેજી)
પૃથ્વી ગીત
(ગુજરાતી લિપિ)

Our cosmic oasis, cosmic blue pearl
the most beautiful planet in the universe
all the continents and all the oceans
united we stand as flora and fauna
united we stand as species of one earth
different cultures, beliefs and ways
we are humans, the earth is our home
all the people and the nations of the world
all for one and one for all
united we unfurl the blue marble flag

[]

આપણું બ્રહ્માંડીય રણદ્વીપ[upper-alpha ૧], બ્રહ્માંડીય વાદળી મોતી
બ્રહ્માંડનો સૌથી સુંદર ગ્રહ
બધા જ ખંડો અને તમામ મહાસાગરો
એક થઈને આપણે વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ તરીકે ઊભા છીએ
એકજૂથ આપણે એક પૃથ્વીની પ્રજાતિ તરીકે ઉભા છીએ
વિવિધ સંસ્કૃતિઓ, માન્યતાઓ અને રીતો
આપણે મનુષ્ય છીએ, પૃથ્વી એ આપણું ઘર છે
વિશ્વના તમામ લોકો અને રાષ્ટ્રો
બધા માટે એક અને એક માટે બધા
એકજૂથ આપણે વાદળી આરસપહાણનો ધ્વજ લહેરાવીએ છીએ.

નવી દિલ્હીમાં ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જૂન ૨૦૧૩માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભારતના તત્કાલીન કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ અને શશી થરૂર દ્વારા આ ગીતની શરૂઆત કરવામાં આવી હતી.[] તેને વૈશ્વિક સંસ્થા હેબિટેટ ફોર હ્યુમનિટી દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.[]

ભારતમાં વિશ્વ પર્યાવરણ દિવસ
  1. રણ અથવા અર્ધ-રણના વાતાવરણમાં ફળદ્રુપ જમીન.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Telephone Conference for World Environment Day - Part 1". United Nations UN Audiovisual Library (અંગ્રેજીમાં). મેળવેલ 2022-06-07.
  2. "World Environment Day". United Nations (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 5 June 2020 પર સંગ્રહિત. મેળવેલ 3 June 2020.
  3. Hill, Gladwin (1973-06-04). "Environment Day to Mark First Year of World Effort". The New York Times (અંગ્રેજીમાં). ISSN 0362-4331. મેળવેલ 2022-06-07.
  4. World Environment Day સંગ્રહિત ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ ના રોજ વેબેક મશિન The Nation, Sri Lanka, 30 May 2015
  5. K, Abhay (27 April 2014). "Earth Anthem". Earth Anthem Website. મૂળ સંગ્રહિત માંથી 27 April 2014 પર સંગ્રહિત. મેળવેલ 4 May 2014.
  6. "Indian diplomat pens anthem for earth". The New Indian Express. મૂળ સંગ્રહિત માંથી 8 November 2014 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2014.
  7. Habitat for Humanity International gets people to sing Earth Anthem સંગ્રહિત ૯ જુલાઇ ૨૦૧૭ ના રોજ વેબેક મશિન ANI, 30 August 2014
  翻译: