લખાણ પર જાઓ

જ્યોર્જ હર્બર્ટ મીડ

વિકિપીડિયામાંથી

જ્યોર્જ હર્બર્ટ મીડ (૨૭ ફેબ્રુઆરી ૧૮૬૩ – ૨૬ એપ્રિલ ૧૯૩૧) અમેરિકન સમાજશાસ્ત્રી હતા. તેમને સામાજિક મનોવિજ્ઞાનની એક શાખા 'પ્રતિકાત્મક આંતરક્રિયાવાદ'ના સ્થાપક માનવામાં આવે છે.[]

મીડનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૬૩ના રોજ મેસેચ્યુસેટ્સના સાઉથ હેડલી ખાતે થયો હતો. તેમણે તત્ત્વજ્ઞાન અને સામાજિક માનસશાસ્ત્રમાં તાલીમ લીધી હતી. તેમણે ૧૮૭૯થી ૧૮૮૩ દરમિયાઅ ઑબરલિન કૉલેજમાં અભ્યાસ કર્યો, અને ૧૮૮૩–૧૮૯૧ દરમિયાન હાર્વર્ડ, લિપઝિંગ અને બર્લિનમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૮૯૧–૯૪માં તેમણે યુનિવર્સિટી ઑફ્ મિશિગનમાં શિક્ષણ કાર્ય કર્યું. ૧૮૯૪માં જ્હોન ડેલવેના આંમત્રણથી તેઓ યુનિવર્સિટી ઑફ્ શિકાગો સાથે જોડાયા અને જીવનના અંત સુધી ત્યાં જ કામ કર્યું. મીડ રાજકીય રીતે સક્રિય હતા અને શિકાગોના સુધારણા આંદોલન સાથે સંકળાયેલા રહ્યા હતા. ૨૬ એપ્રિલ ૧૯૩૧ના રોજ તેમનું મૃત્યુ થયું હતું[]

મીડનું મોટાભાગનું લેખનકાર્ય લેખો સ્વરૂપે પ્રકાશિત થયું હતું. તેમના અવસાન બાદ તેમના અનુયાયીઓએ તેમના લેખોને સંગ્રહિત કરીને પુસ્તકો રૂપે પ્રગટ કર્યા હતા, જેમાં ધ ફિલૉસોફી ઑફ્ ધ પ્રેઝન્ટ્ (૧૯૩૨), માઇન્ડ, સેલ્ફ ઍન્ડ સોસાઇટી (૧૯૩૪), મૂવમેન્ટ્સ ઑફ્ થોટ ઇન ધ નાઇન્ટીન્થ સેન્ચ્યુરિ (૧૯૩૬) અને ધ ફિલૉસોફી ઑફ્ ધ એક્ટ (૧૯૩૮) વગેરેનો સમાવેશ થાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ પરમાર, વાય. એ. (૨૦૧૧). સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો (ચોથી આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. પૃષ્ઠ ૧૮૬.
  翻译: