લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

પલેડિયમ

વિકિપીડિયામાંથી

પલેડિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની રાસાયણિક સંજ્ઞા Pd છે અને અણુ ક્રમાંક ૪૬ છે. આ એક દુર્લભ અને ચળકતી સફેદ ધાતુ છે. આની શોધ ૧૮૦૩માં વિલિયમ હાઈડ વૉલસ્ટન દ્વારા કરાઈ હતી. તેઅણે આ ધાતુનું નામ નક્ષત્ર પાલાસ્ પરથી પાડવામાં આવ્યું , જેનું પોતાનું નામ ગ્રીક દંતકથા ઓપરથી આવ્યું હતું. પેલેડિયમ, પ્લેટિનમ, રોડિયમ, રુથેનિયમ, ઈરિડિયમ અને ઓસિયમ એ એક જૂથ બનાવે છે જેને પ્લેટિનમ જૂથની ધાતુઓ કહે છે . આમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે,પણ તે સૌમાં પેલેડિયમનુમ્ ગલન બિંદુ સૌથી નીછું છે અને તેની ઘનતા પણ સૌથી ઓછી છે.

પેલેડિયમ અન્ને અન્ય પ્લેટિનમ ધાતુઓના અમુક અનન્ય ગુણધર્મોને કારણે તેઓ ઘણા વિવિધ ક્ષેત્રે ઉપયોગી છે. આજ કાલ ઉત્પન્ન થતા પા ભાગના ઉત્પાદનોનો યાતો ઉમદા ધાતુઓ ઓ ભાગ હોય છે અથવા તેના નિર્માણમાં કે ઉત્પાદનમાં ઉમદા ધાતુઓનો ઉપયોગ થયેલો હોય છે. [] પેલેડિયમ કે તેના સમાન ગણધર્મી ધાતુઓનો ઉપયોગ કેટાલિટિક કન્વર્ટર બનાવવા માટે થાય છે , જેઓ ૯૦% જેટલા ઝેરી વાયુઓ કે જે વાહનો દ્વારા નિકાસ કરાય છે જેમકે કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ અને હાઈડ્રોકાર્બન આદિને ઓછા ઝેરી એવા નાઈટ્રોજન, કાર્બન ડાયોક્સાઈડ અને પાનીની વરાળ જેવા તત્વોમાં રૂપાંતરીત કરે છે. પેલેડિયમ ઈલેક્ટોનિક્સ, દંત વૈદક શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, હાઈડ્રોજા શુદ્ધીકરણ, રાસાયણિક ઉદ્યોગ અને ભૂગર્ભ જળના શુદ્ધિકરણ માટે થાય છે. ઈંધણ કોષના તંત્રજ્ઞાનમાં પેલેડિયમ મહત્ત્વનો ભાગ ભજવે છે જેમાં હાયડ્રોજન અને ઓક્સિજનને સંયોજિત કરી વિધુત શક્તિ, ગરમી અને પાણી મેળવાય છે

પલેડિયમ અને અન્ય પ્લેટિનમ ધાતુઓના ખનિજ સ્ત્રોત ઘણાં જૂજ છે. પુનર્નવિનીકરણ કે રિસાયકલીંગ પણ પલેડિઅયમનો એક સ્ત્રોત છે.પ્રાયઃ તેને વપરાઈગયેલા કેટેલિક કનવર્ટરમાંથી મેળવવામાં આવે છે. આત્યંત ઉપયોગિતા અને મર્યાદિત સ્ત્રોત હોવાને કારણે પેલેડિઅયમ એક રોકાણ કરવાની વસ્તુ મનાય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Palladium". International Platinum Group Metals Association. મૂળ માંથી 2010-04-20 પર સંગ્રહિત. મેળવેલ 2011-10-31.



  翻译: