લખાણ પર જાઓ

ભીમ બેટકાની ગુફાઓ

વિકિપીડિયામાંથી
ભીમ બેટકાની ગુફાઓ
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ

ભીમબેટકા (ભીમબૈઠકા) ભારત ના મધ્ય પ્રદેશ રાજ્યના રાયસેન જિલ્લામાં સ્થિત એક પુરાપાષાણિક આવાસીય પુરાસ્થલ છે. આ આદિ-માનવ દ્વારા બનાવાયેલ શૈલ ચિત્રો અને શૈલાશ્રયો માટે પ્રસિદ્ધ છે. આ શૈલચિત્ર લગભગ નવ હજાર વર્ષ પુરાણા છે. અન્ય પુરાવશેષોમાં પ્રાચીન કિલ્લાની દીવાલ, લઘુસ્તૂપ, પાષાણ નિર્મિત ભવન, શુંગ-ગુપ્ત કાલીન અભિલેખ, શંખ અભિલેખ અને પરમાર કાલીન મંદિરના અવશેષ અહીં મળ્યાં છે. ભીમ બેટકા ક્ષેત્રને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, ભોપાલ મંડળે ઓગસ્ટ ૧૯૯૦માં રાષ્ટ્રીય મહત્ત્વનું સ્થળ ઘોષિત કર્યું. આ બાદ જુલાઈ ૨૦૦૩ માં યૂનેસ્કો તરફથી આ સ્થળને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કર્યું છે. આ સ્થળ ખાતે ભારતમાં માનવ જીવનનાં પ્રાચીનતમ ચિહ્ન છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન મહાભારતના ચરિત્ર ભીમ સાથે સંબધિત છે તેમ જ આ કારણથી આ સ્થળનું નામ ભીમબેટકા પડ્યું. આ ગુફાઓ મધ્ય ભારત ના પઠારના દક્ષિણી કિનારા પર સ્થિત વિંધ્યાચલ પહાડીઓના નીચલા છેડે છે.[] આની દક્ષિણમાં સાતપુડા ની પહાડીઓ આરંભ થઈ જાય છે.[] આની શોધ વર્ષ ૧૯૫૭-૧૯૫૮ માં ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરાઈ હતી.

શૈલકલા અને શૈલચિત્ર

[ફેરફાર કરો]
ભીમબૈઠકા શૈલચિત્ર

અહીં ૭૫૦ શૈલાશ્રય છે જેમાં ૫૦૦ શૈલાશ્રય- ચિત્રો દ્વારા સજ્જિત છે. પૂર્વ પાષાણ કાલથી મધ્ય ઐતિહાસિક કાલ સુધી આ સ્થાન માનવ ગતિવિધિઓનું કેંદ્ર રહ્યું.[] આ બહુમૂલ્ય ધરોહર હવે પુરાતત્વ વિભાગ ના સંરક્ષણમાં છે. ભીમ બૈઠકા ક્ષેત્રમાં પ્રવેશ કરતા શિલાઓ પર લખેલ ઘણી જાણકારીઓ મળે છે. અહીં ના શૈલ ચિત્રોના વિષય મુખ્યતઃ સામૂહિક નૃત્ય, રેખાંકિત માનવાકૃતિ, શિકાર, પશુ-પક્ષી, યુદ્ધ અને પ્રાચીન માનવ જીવનની દૈનિક ક્રિયાકલાપોથી જોડાયેલી છે. ચિત્રોમાં પ્રયોગ કરાયેલ ખનિજ રંગો માં મુખ્ય રૂપે ગેરુઆ, લાલ અને સફેદ છે અને ક્યાંક-ક્યાંક પીળો અને લીલો રંગ પણ પ્રયોગમાં લેવાયો છે.[]

શૈલાશ્રયોની અંદરૂની સપાટી પર ઉત્કીર્ણ પ્યાલેનુમા નિશાન એક લાખ વર્ષ પુરાણા છે. આ કૃતિઓમાં દૈનિક જીવનની ઘટનાઓ માંથી લેવાયેલ વિષય ચિત્રિત છે. આ હજારો વર્ષ પહેલાનું જીવન દર્શાવે છે. અહીં બનાવેલ ચિત્ર મુખ્યતઃ નૃત્ય, સંગીત, આખેટ, ઘોડા અને હાથીઓ ની સવારી, આભૂષણોને સજાવવનું તથા મધ જમા કરવા વિષે છે. આ સિવાય વાઘ, સિંહ, જંગલી સુવર, હાથીઓ, કુતરા અને ઘડિયાલો જેવા જાનવરોને પણ આ તસ્વીરોમાં ચિત્રિત કરાયા છે. અહીં ની દીવાલ ધાર્મિક સંકેતોથી સજેલી છે, જે પૂર્વ ઐતિહાસિક કલાકારો વચ્ચે લોકપ્રિય હતાં.[] આ પ્રકારે ભીમ બૈઠકાના પ્રાચીન માનવના સંજ્ઞાનાત્મક વિકાસનો કાલક્રમ વિશ્વ ના અન્ય પ્રાચીન સમાનાંતર સ્થળોથી હજારો વર્ષ પૂર્વે થયો હતો. આ પ્રકારે આ સ્થળ માનવ વિકાસનો આરંભિક સ્થાન પણ માની શકાય છે.

નજીકના પુરાતાત્વિક સ્થળો

[ફેરફાર કરો]
ભીમબેટકાના શૈલચિત્રો

આ પ્રકારના પ્રાગૈતિહાસિક શૈલચિત્ર રાયગઢ જિલ્લાના સિંઘનપુરની નિકટ કબરા પહાડની ગુફાઓમાં[], હોશંગાબાદની નજીકમાં આદમગઢમાં, છત્તરપુર જિલ્લાના બીજાવરની નિકટસ્થ પહાડીઓ પર તથા રાયસેન જિલ્લામાં બરેલી તહેસીલના પાટની ગામમાં મૃગેંદ્રનાથની ગુફાના શૈલચિત્ર અને ભોપાલ-રાયસેન માર્ગ પર ભોપાલની નિકટ પહાડીઓ પર (ચિડિયા ટોલ) માં પણ મળ્યાં છે. હાલમાં જ હોશંગાબાદની પાસે બુધની ની એક પત્થર ખાણમાં પણશૈલ ચિત્ર મળી આવ્યા છે. ભીમબેટકાથી ૫ કિલોમીટર ની દૂરી પર પેંગાવનમાં ૩૫ શૈલાશ્રય મળ્યાં છે. આ શૈલચિત્ર અતિ દુર્લભ મનાય છે. આ બધાં શૈલચિત્રો ની પ્રાચીનતા ૧૦,૦૦૦ થી ૩૫,૦૦૦ વર્ષની અંકાઇ છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "ભીમબેટકાની ગુફાઓ" (હિન્દીમાં). ઇન્ક્રેડિબલ ઇન્ડિયા. પૃષ્ઠ ૧. મૂળ માંથી 2010-06-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "ભીમબેટકા કી પહાડી ગુફાએં". રાષ્ટ્રીય પોર્ટલ વિષયવસ્તુ પ્રબંધન દલ (હિન્દીમાં). ભારત સરકાર. પૃષ્ઠ ૧. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)
  3. "હુસૈનાબાદમાં અઢી હજાર વર્ષ જૂની સભ્યતાના અવશેષ" (હિન્દીમાં). યાહૂ જાગરણ. પૃષ્ઠ ૧. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)[હંમેશ માટે મૃત કડી]
  4. સુબ્રમણિયન, પા.ના. "ભોપાલ ના ઇર્દગિર્દ આદિ માનવ ના પદ ચિન્હ". મલ્લાર (હિન્દીમાં). વર્લ્ડ પ્રેસ. પૃષ્ઠ ૧. મેળવેલ ૧૮ જુલાઈ ૨૦૦૯. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]
  翻译: