લખાણ પર જાઓ

સીડની

વિકિપીડિયામાંથી
સિડની શહેરનું વિહંગમ દૃશ્ય
સિડનીનું ઓપેરા હાઉસ, હાર્બર સેતુથી દેખાતું દૃશ્ય
સિડની હાર્બર સેતુ

સિડની ઑસ્ટ્રેલિયા દેશનુ સૌથી મોટું અને સૌથી પુરાણું શહેર છે. ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું સૌથી સુંદર શહેર તરીકે જાણીતું આ શહેર આધુનિક વાસ્તુકળા અને શહેરી વિકાસનું પ્રતીક છે. આ શહેર મરે-ડાર્લિંગ બેસિન તરીકે ઓળખાતા વિસ્તારનું સૌથી સુંદર નગર છે. કથ્થાઇ (બ્રાઉન) રંગની રેતીવાળો ખૂબસૂરત દરિયા કિનારો (બીચ), સોહામણી ઋતુ અને ડાર્લિંગ હાર્બરના માટે પ્રસિદ્ધ છે. સિડની શહેરનાં દર્શનીય સ્થળોમાં મુખ્ય સ્થળો આ પ્રમાણે છે.- ઓસ્ટ્રેલિયન મ્યૂઝીયમ, રૉયલ બોટોનિકલ ગાર્ડન, બૉન્ડી બીચ, નિલ્સન પાર્ક. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન નેશનલ મેરિટાઇમ મ્યૂઝીયમ, ચાઇનીઝ ગાર્ડન, મ્યૂઝીયમ ઑફ કંટૈમ્પરેરી આર્ટ, મ્યૂઝીયમ ઑફ સિડની, પૉવર હાઉસ મ્યૂઝીયમ, સિડની એક્વેરિયમ, સિડની હાર્બર બ્રિજ પાઇલોન લુક આઉટ, સિડની ઓપેરા હાઉસ, સિડની ઑબ્ઝરવેશન લેવલ, રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે પણ જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત અહીં ૪૦ થી પણ અધિક ખૂબસૂરત રેતાળ બીચ આવેલા છે, જેમાંથી કૂજી બીચ, ક્રોન્યૂલા બીચ, કોલોરૉયલ બીચ તેમ જ પામ બીચ મુખ્ય છે. સિડની હાર્બરની ચારે તરફથી ઘેરતા રહસ્યમય રેતીના પથ્થરોથી બનેલા ક્લિફ અને કવ્સ આવેલા છે.

  翻译: