મુખપૃષ્ઠ
યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ તથા શું-શું યોગદાન કરી શકાય તેમ છે તે જાણવા માટે સમુદાય પ્રવેશિકાની મુલાકાત લો.
શ્રેણીઓ • મદદનાં પાનાં • સૂચિ • જાહેર ઇનકાર • સભાખંડ • દાન (ફાળો) • સમુદાય પ્રવેશિકા • સમાચાર
જે તે મૂળાક્ષરથી શરૂ થતા બધાં જ લેખો જોવા માટે તેના પર ક્લિક કરો |
૦-૯ | અ | આ | ઇ | ઈ | ઉ | ઊ | એ | ઐ | ઓ | ઔ | અં | ક | ખ | ગ | ઘ | ઙ | ચ | છ | જ | ઝ | ઞ | ટ | ઠ | ડ | ઢ | ણ |
શ્રેણી | ત | થ | દ | ધ | ન | પ | ફ | બ | ભ | મ | ય | ર | લ | વ | શ | ષ | સ | હ | ક્ષ | ત્ર | જ્ઞ | ઋ | ૠ | ૐ | શ્ર | અઃ |
રૂપક કૃતિદાદાજીની વાતોએ ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૫-૨૬માં લખેલો ટૂંકી વાર્તા સંગ્રહ છે. આ પહેલા તેમણે ડોશીમાની વાતો નામે આવો જ લોકકથાઓનો વાર્તાસંગ્રહ આપ્યો હતો. તેમાં રગેલી વાર્તાઓ કારુણ્યસભર હોવાને કારણે બાળકો માટે કેટલી રૂપક નિવડશે તે વિચારીને તેમણે દાદાજીની વાતો નામે આ સંગ્રહ રજૂ કર્યો. ઝવેરચંદ મેઘાણીના પોતાના જ શબ્દોમાં કહીએ તો, "આ આપણા બહુરંગી ભૂતકાળનો માંડ માંડ હાથ આવતો વારસો છે. રાષ્ટ્રવિધાનમાં એનું મહત્ત્વ માપી શકાય તેવું છે". સોરઠમાં પાંચાળ દેશ એની કંકુવરણી ધરતી, એમાં ચોટીલો ડુંગર, અને એ ડુંગરના ધરામાં મોરસર નામે ગામ : એ ગામમાં મગરપ્રતાપ રાજા રાજ કરે. રાજાની અવસ્થા વરસ પચીસેકની હશે. જેવાં એનાં રૂપ, એવાં જ એનાં ડહાપણ. રાજાએ જાલંધરના જેવી દોમદોમ સાયબી જમાવેલી. ઈંદ્રાપરી જેવું રાજ, પણ એક જ વાતની ઊણપ રહી ગઈ છે : નગરને બાગબગીચો ન મળે. દિવસ આખો ઝાડવાં વાવે, ત્યાં રાતે માંડવના ડુંગરમાંથી સૂવરનાં ડાર આવે અને દાતરડીથી ઝાડવેઝાડવાંનો સોથ કાઢી નાખે. સાંઢસર અને સીંઢસર તળાવની પાળે આ સૂવરડાંનો રહેવાસ હતો. રોજ સવારે માળી જઈને પોકાર કરે કે "ફરિયાદ! મોટા રાજા, ફરિયાદ! નંદનવન જેવી ફૂલવાડીને સૂવરડો વીંખી જાય છે.” રાજાએ કહ્યું કે, “માળી, હવે સૂવરડાં આવે ત્યારે અમને જાણ કરજે.” |
મુખ્ય શ્રેણીઓ |
તાજી ઉમેરેલી કૃતિઓ
|
સહકાર્યઅમે ઈચ્છીએ છીએ કે આ એક વ્યક્તિગત કાર્ય ન રહેતા આપણા સહુનું સહિયારું સ્વપ્ન બની રહે અને તેને માટે સહુ કોઈનો સાથ અને સહકાર અગત્યનો છે. સાથે સાથે એટલું જ અગત્યનું છે સહકાર્ય. હા, સહકાર્ય, આપણા સહુ દ્વારા અને સાહિત્યના ક્ષેત્રમાં કાર્યરત અનેકવિધ સંસ્થાઓ દ્વારા. આ માટે આપણે આવી સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશનગૃહો સાથે સહકાર સાધીને તેમને સાથે લઈ ચાલવું રહેશે. શું આપ આ કાર્યમાં અમારી મદદ કરી શકો તેમ છો? આપ એવી કોઈ સંસ્થાને કે સંસ્થાના પ્રતિનિધીને ઓળખો છો જે આ મુક્ત સાહિત્યસ્રોતમાં તેમની પાસે રહેલું પ્રકાશનાધિકારથી મુક્ત સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ થઈ શકે? જો આનો ઉત્તર હા હોય તો અત્યારે જ અહીં તે વિષે અમને જણાવો જેથી આપણે આગળ તેની ચર્ચા કરી શકીએ. હાલની સહકારી કાર્ય યોજનાહાલમાં આ જ સહકારી કાર્ય યોજના અંતર્ગત અમે રામનારાયણ પાઠકની રચના દ્વિરેફની વાતો – ભાગ બીજો પર કાર્ય કરી રહ્યા છીએ. જો આપ પણ આ સહકાર્યમાં જોડાઈને યોગદાન કરવા ઈચ્છતા હોવ તો આપને ભાવભર્યું આમંત્રણ છે. આપની ઈચ્છા સહકાર્ય સૂચિ પાનાં પર જણાવો. આ કાર્યયોજનાના સંચાલકશ્રી આપનો સંપર્ક કરીને આપને પૂરતું માર્ગદર્શન આપશે.
|
વિકિસ્રોતની અન્ય સહપરિયોજનાઓવિકિસ્રોત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે, જે બીજા વિવિધ બહુભાષિય તથા ઉપયોગ, પરિવર્તન અને પુનર્વિતરણ માટે મુક્ત ધ્યેયકાર્યો ચલાવે છે :
|